GujuNaukri.com Official Date : 05-10-2024
Commissioner of Health (COH) has published an Advertisement for below Mentioned posts. for more Details Like Posts, Vacancy, Education Qualification, Selection Process, How to Apply and more are given below in Details.
Staff Nurse (સ્ટાફ નર્સ) - (Class-3) (Advt. No. COH/202425/1)
Staff Nurse (સ્ટાફ નર્સ) - 1903 પોસ્ટ
વય મર્યાદા:-
અરજી કરવાની છેલ્લી તારીખ-૦૩/૧૧/૨૦૨૪ના રોજ ઉમેદવારની વય ૨૦ વર્ષથી ઓછી નહિ અને ૪૦ વર્ષથી વધુ હોવી જોઇએ નહી.
તમામ અનામત કેટેગરીના ઉમેદવારોની ઉપલી વયમર્યાદા છુટછાટ સાથે કોઇ પણ સંજોગોમાં નિયત તારીખે ૪૫ વર્ષથી વધવી જોઇએ નહી.
વય મર્યાદામાં છૂટછાટ:-
મુળ ગુજરાતના હોય તેવા અનુ.જાતિ, અનુ.જન.જાતિ, સામાજીક શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોનાં કિસ્સામાં ઉપલી વયમર્યાદામાં નિયમોનુસાર પાંચ (૫) વર્ષની છુટછાટ આપવામાં આવશે.
૪૦ ટકા કે તેથી વધુ અપંગતા ધરાવતા ઉમેદવારોને ઉપલી વયમર્યાદા ૧૦ વર્ષની છુટછાટ આપવામાં આવશે.
માજી સૈનિક ઉમેદવારો કે જેઓએ જળ, વાયુ અને ભુમિ આર્મ ર્ફોર્સીસમાં ઓછામાં ઓછા છ (૬) માસની સેવા કરી હોય અને માજી સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું ઓળખકાર્ડ / પ્રમાણપત્ર ધરાવતાં હોય તો મળવાપાત્ર ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ (૩) વર્ષ સુધીની છુટછાટ મળશે.
સામાન્ય વહિવટ વિભાગનાં તા.૨૨/૦૫/૧૯૯૭ના ઠરાવની જોગવાઇ મુજબ મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદા ૦૫ વર્ષની છુટછાટ આપવામાં આવશે. અનામત કેટેગરીના મહિલા અરજદારોને અનામત તરીકે મળતી ઉપલી વયમર્યાદાની છુટછાટ ઉપરાંત મહિલા તરીકેની ૦૫ વર્ષની છુટછાટ આપવામાં આવશે.
પરીક્ષા ફી :
"General" કેટેગરી Select કરનાર ઉમેદવારો માટે અરજી ફી. રૂ. ૩૦૦/- + પોસ્ટ ઓફીસ ચાર્જ (ઓનલાઇન ફી ભરવાના કિસ્સામાં રૂ. ૩૦૦ + ચાર્જ) ભરવાનો રહેશે તેમજ ઓનલાઇન પેમેન્ટ કરવા માટેનો પણ વિકલ્પ ઉપબ્ધ હોઇ ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકાશે.
અનુસુચિત જાતિ, અનુસુચિત જન.જાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારો માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર ફી/ચાર્જ ભરવાનો રહેશે નહી.
"General" કેટેગરી Select કરનાર અને પોસ્ટ ઓફિસ મારફતે અરજી ફી ભરવા માંગતાં ઉમેદવારોએ ઓનલાઇન અરજી કર્યા બાદ OJAS વેબસાઇટ ઉપરથી અરજી પત્રકની સાથે આપેલ પોસ્ટ ઓફીસના ૩(ત્રણ) ચલણની A-4 સાઇઝની પ્રિન્ટ લઇને તે કોઇ પણ કોમ્પ્યુટરાઇઝડ પોસ્ટ ઓફીસમાં રજુ કરવાથી તેઓ દ્વારા ફી સ્વીકારવામાં આવશે. જ્યારે ઓનલાઇન ફી નું ચુંકવણું કરવા માંગતા ઉમેદવારોએ પેમેન્ટ માટે ઉપલબ્ધ વિકલ્પો પૈકી કોઇ એક વિકલ્પ પસંદ કરી ફી ચુકવવાની રહેશે. "General” કેટેગરી Select કરનાર ઉમેદવારોએ આ ત્રણ ચલણ પૈકી એક ચલણ પોસ્ટ ઓફીસ રાખશે અને બીજા બે સહી સિક્કા કરી ઉમેદવારને પરત કરશે.
જે ઉમેદવારે સાચવી રાખી પરીક્ષા સ્થળે અચૂક રજુ કરવાની રહેશે. જો આ ચલણ રજુ નહી કરે તો તે ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
જ્યારે ઓનલાઇન ફી ચુંકવણું કરનાર ઉમેદવારોએ ફી ચુંકવણું કર્યા અંગેની પહોંચ સાચવી રાખવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત:-
(૧) ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ / ગુજરાત નર્સીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માંથી મેળવેલ બેઝીક બી.એસ.સી.(નર્સીંગ) (Regular) ડીગ્રી ધરાવતાં અથવા
ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ / ગુજરાત નર્સીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માંથી મેળવેલ જનરલ નર્સીંગ એન્ડ મીડવીફરી (GNM) ડીપ્લોમાં ધરાવતાં
અથવા
(ર) ઓકઝીલરી નર્સ એન્ડ મીડવાઇફ (ANM) અને ફીમેલ હેલ્થ વર્કર (F.H.W) જેઓ રાજય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા ૧૦ વર્ષથી નિયમિત નિમણુકથી ફરજો બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબની બી.એસ.સી. (નર્સીંગ) અથવા જી.એન.એમ.ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે અને તેઓને સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર વયમર્યાદામાં છુટછાટ મળવાપાત્ર રહેશે. પરંતુ કોઇપણ સંજોગોમાં ઉંમર ૪૫ વર્ષ કરતા વધવી જોઇએ નહી. જે તે કચેરીનું “ના વાંધા પ્રમાણપત્ર” રજુ કરવાનું રહેશે.
(૩) અરજી કરતી વખતે ગુજરાત નર્સીંગ કાઉન્સીલમાં રજીસ્ટર્ડ નર્સ અને રજીસ્ટર્ડ મીડવાઇફનુ કાયમી અને સમયાંતરે રીન્યુઅલ કરાવેલ રજીસ્ટ્રેશન હોવુ ફરજીયાત છે. અરજી પત્રકમાં રજીસ્ટર્ડ નર્સ તેમજ રજીસ્ટર્ડ મીડવાઇફ અથવા સમકક્ષ લાયકાતનો રજીસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. અન્ય કોઇ પણ આધારો ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
(૩) ગુજરાતી / હિન્દી બંને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
સ્ટાફ નર્સ ૧૯૦૩ પોસ્ટ માટે ની ભરતી
અરજી કરવાનો સમયગાળો : ૦૫/૧૦/૨૦૨૪ (૧૪:૦૦ ક્લાક) થી ૦૩/૧૧/૨૦૨૪ (૨૩:૫૯ ક્લાક) સુધી
નોંધ :
ફકત ભારતના નાગરીક આ અરજી કરી શકશે.
પસંદગી પામનાર ઉમેદવારો પૈકી પરણિત ઉમેદવારોના કિસ્સામાં સ્ત્રી અથવા પુરૂષે કાયદાકીય માન્ય લગ્ન કરેલ હોવા જોઇએ.
• અનામત જગ્યાઓ ફક્ત મુળ ગુજરાતના સા.શૈ.પ.વ., અનુસુચિત જાતિ, અનુસુચિત જન. જાતિ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે.
• મહિલાઓ માટેની જગ્યાઓ ૩૩ ટકા મુજબ અનામત છે. જેને જે તે કેટેગરી સામે સરભર કરાશે.
• માજી સૈનિક માટે કુલ ભરવાપાત્ર જગ્યાઓનાં ૧૦% મુજબ જગ્યાઓ અનામત છે. જેને જે તે કેટેગરી સામે સરભર કરાશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ૪% જગ્યાઓ અનામત છે અને આ ઉમેદવારોને જે તે કેટેગરી સામે સમાવેશ કરવામાં આવશે.
પગાર ધોરણ :
જોગવાઇઓને આધિન પ્રથમ પાંચ વર્ષ માટે સ્ટાફનર્સ વર્ગ-૩ને રૂ. ૪૦,૮૦૦/- ના માસિક ફિકસ પગારના પગારથી લાયક ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે કરાર આધારે નિમણુંક આપવામાં આવશે. તે સિવાય અન્ય કોઇ ભથ્થા કે લાભો મળવાપાત્ર રહેશે નહિં.
ત્યાર બાદ પાંચ વર્ષની સેવાઓ પુરી થયેથી તેમની સેવાઓ નિમણુંક સત્તાધિકારીને સંતોષકારક જણાયે સાતમાં પગારપંચ મુજબ પે. મેટ્રીક્સ લેવલ-૫ પગાર ધોરણ રૂ.૨૯૨૦૦-૯૨૩૦૦/- અથવા સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવતાં જે તે પગારધોરણમાં નિમણુંક મેળવવાને પાત્ર ઠરશે.
Candidate will be selected based on interview Process.
Interested Candidate may Apply Online Through Official Website.
Advertiesment | Click here |
| |
Apply Online | Click Here |
અમારી પોસ્ટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો! | |
Platform | Link |
---|---|
WhatsApp Group | WhatsApp Group |
WhatsApp Channel | |
Facebook Group | Facebook Group |
Facebook Page | Facebook Page |
Telegram Channel | Telegram Group |
Stay Connected With GujuNaukri.com and Get the latest Update.